એકવાર opd માં newly married અંદાજીત આઠેક મહિના લગ્નને થયા અને પેટના દુખાવાની ફરિયાદ લઈને અમારી opd માં આવ્યા. તપાસ કરતાં પેટમાં અંડાશયમાં ગાંઠ જણાતા દવા અને ગાંઠના સુધારો ન થાય તો ઓપરેશન ની સલાહ આપી.બરાબર સમજીને એકલા મળવા આવ્યા અને વાતને બરાબર twist કરીને ગાંઠ કદાચ જૂની હશે લગ્ન પહેલાંની તેમ વાત કઢાવવા માંગતા હતા અને બઘો દોષ પિયારવાળાનો છે તેમ સાબિત કરવા માંગતા હતા.૩-૪ દિવસ પછી બહેનના પપ્પા ફાઇલ લઈને આવ્યા અને સાબિત કરવા માંગતા હતા કે સાસરે ગયા પછી જ ગાંઠ થઈ કારણ કે સાસરામાં બહેનને ધ્યાન નથી રાખતા તેમ સાબિત કરવા માંગતા હતા.
કોનો વાંક હશે તે તો ભગવાન જાણે પરંતુ શું લગ્ન પછી જે કાંઈ વાસ્તવિક્તા હોય તે સ્વીકારીને પતિની જવાબદારી નથી?
આ બધા આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે બહેનનું શું થશે તે વિચાર માત્ર થી મનમાં કંપારી છૂટે. હજી આપણે લગ્નજીવન એટલે શું ? અને બધાની શું જવાબદારી અને ફરજ છે તે સમજવા જેટલા પુખ્ત નથી થયા?